પોલીસને ગાળો ભાંડનાર દંપતીની ધરપકડ, કારમાંથી મળી હતી દારૂની બોટલ

0
9

અમદાવાદ,તા.૧૧
નારોલ પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. દંપતીએ નારોલના શાસ્ત્રી બ્રિજ નીચે બુધવારે રાત્રે પોલીસ અને હોમગાર્ડ જવાનો સાથે ગાળાગાળી કરી હતી. રાત્રે ફરજ દરમિયાન પોલીસ કોન્સટેબલ અને બે હોમગાર્ડે દંપતીની કારને રોકી હતી અને બંનેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન કારની અંદર બેઠેલું દંપતી ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસકર્મીઓને ગંદી ગાળો ભાંડી હતી. તપાસ કરતા પોલીસને કારમાંથી દારૂની એક બોટલ પણ મળી હતી. દંપતી ઘટનાસ્થળેથી ભાગી જાય તે પહેલા પોલીસે તેમનો વીડિયો ઉતારી લીધી હતો.
પોલીસકર્મીઓએ કારને રોક્યા બાદ દંપતીએ તેમને બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત તેમને જાઈ લેવાની ધમકી આપી હતી. કાર રોક્યા બાદ મહિલાના પતિએ પોલીસને અહીં લખી ન શકાય એવી ગંદી ગાળો ભાંડી હતી. ગાળો ભાંડી રહેલી પતિને તેની પત્નીએ મહામહેનતે કારમાં બેસાડ્યો હતો. આ કેસમાં પોલીસે દંપતી અને કારના ડ્રાઇવર સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ આપી હતી.
આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વેલજીભાઈ ગોપાલભાઈએ ફરિયાદ આપી હતી. ફરિયાદ પ્રમાણે તેઓ તેમજ અન્ય બે હોમગાર્ડ જવાન મેહુલભાઈ પરેશભાઈ અને અહેમદખાન રસુલખાન નારોલ બ્રિજના છેડે તા. ૧૦મી ઓક્ટોબરના રોજ રાત્રે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે રાત્રે એક કારને રોકવામાં આવી હતી. ડસ્ટર ગાડીમાં બેઠેલા લોકોએ તેમના સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં ત્રણેય લોકો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY