અરવલ્લી,તા.૧૩
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક રીતે પાલન કરવામાં આવે છે. જા કે કેટલાક બૂટલેગરો સરકારના આ કાયદાના ઘજાગરા ઉડાળીને બીજા રાજ્યોમાંથી દારૂની સપ્લાય કરી ગુજરાતમાં દારૂનું વેચાણ કરે છે. કેટલીક વાર પોલીસના ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાઈ જાય છે. જેના કારણે ગુજરાતમાં દારૂ વેચવાના બૂટલેગરના મનસૂબા પૂરા થતા નથી. પોલીસ દારૂ પકડતી હોવાના કારણે કેટલીક વાર બૂટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો અરવલ્લીમાં બન્યો છે કે, જ્યાં બૂટલેગરને દારૂની ખેપ મારતા પોલીસ દ્વારા અટકાવતા બૂટલેગરે પોલીસકર્મીને કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ થઈ છે.
આ ઘટના બાબતે વિગતવાર વાત કરવામાં આવે તો અરવલ્લીના શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને રાજસ્થાન તરફથી આવતી એક કાર શંકાસ્પદ લગતા પોલીસકર્મીએ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરતું કાર ચાલકે પોલીસકર્મીને કચડી નાંખવાનો પ્રયાસ કરતા કારચાલકે કારથી પોલીસકર્મીને ટક્કર મારી હતી. જેના કારણે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસકર્મીને ટક્કર માર્યા બાદ કારચાલક બચવા માટે પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારની તપાસ કરતા પોલીસકર્મીને કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે કાર અને દારૂનો મુદ્દામાલ કબજે કરી ઓન ડ્યૂટી પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટેની કવાયત શરૂ કરી હતી. ઘટનાના થોડા સમયમાં જ પોલીસે એક આરોપીને ઝડપી પડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




