કેલિફોર્નિયામાં બોલિંગ ઝોનમાં આડેધડ ફાયરિંગ; ૩નાં મોત ૪ ઘાયલ

0
9

કેલિફોર્નિયા,તા.૫
કેલિફોર્નિયાની બોલિંગ એલીમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ ત્રણ લોકોનાં મોત થયા છે અને ૪ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓપન ફાયરિંગની ઘટનામાં ત્રણ પુરૂષોનાં મોત થયા છે, જો કે તેઓની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઘાયલોમાંથી બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે ઘાયલોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આજે વહેલી સવારે ટોરેન્સમાં આવેલી ગેબલ હાઉસ બોલિંગ એલીમાં ધૂસી આવેલા એક વ્યક્તિએ આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાની સામે આવેલી તસવીરોમાં લોકો લોહીના ખાબોચિયામાં પડેલા જાવા મળ્યા હતા. પોલીસે જાહેર કરેલા વીડિયોમાં લોકો લોહીલૂહાણ હાલતમાં ચીસો પાડતા જાવા મળી રહ્યા છે.
ઘટના સમયે બોલિંગ એલીમાં હાજર રહેલા પેટ્રોન જીસસ પેરેઝના જણાવ્યા અનુસાર, ફાયરિંગ પહેલાં અમુક લોકો વચ્ચે ઝગડો થયો હતો અને ત્યારબાદ એકસાથે ચાર ગોળીઓ છૂટ્યાનો અવાજ સંભળાયો. અમે લોકો ડરના માર્યા અહીં-તહીં ભાગવા લાગ્યા.
આ દરમિયાન અમે સાંભળ્યું કે, બોલિંગ એલીમાં લોકો પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલું ટોરેન્સ લોસ એન્જલસથી ૩૨ કિમી દૂર છે. ગેબલ હાઉસમાં બોલિંગ, લેસર ટેગ માટે લોકો આવતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY