અમદાવાદ,તા.૧૦
શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ ૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જાડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામ ઠપ થઇ જવાની શક્્યતા છે.
ભારતભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના કેટલાક પડતર પ્રશ્નોમાં ખાસ કરીને હજુ સુધી સાતમા નાણાંપંચનો પણ લાભ ન મળવાથી તેમના નેશનલ યુનિયન દ્વારા આપેલી દેશવ્યાપી હડતાળના સમર્થનમાં શહેરમાં આવેલી પોસ્ટના કર્મીઓ જાડાશે. પોતાનાં કામથી દૂર રહીને અચોક્કસ મુદતની હડતાળ પર જશે.
નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવક દ્વારા સેવન્થ પે કમિશન સહિતની પડતર માગણીઓનો નિકાલ ન આવતાં શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના ૧૦૦૦થી વધુ કર્મચારીઓ આગામી ૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે, જેના કારણે અમદાવાદ જીલ્લાની પોસ્ટ ઓફિસોમાં કામકાજ ઠપ થઈ જશે. આ અંગે નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકના સેક્રેટરી એ.જી.પરમારે જણાવ્યું હતું કે અમારા યુનિયન હેડ ક્વાર્ટરના આદેશ અનુસાર તમામ શહેર-જીલ્લાના કર્મચારીઓ ૧૮ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલમાં જાડાશે.
ગ્રામીણ ડાક સેવક તરીકે કર્મચારીઓ ટપાલ વહનની કામગીરી કરે છે. નાના-નાના ગામડાઓમાં આવેલી ગ્રામીણ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવક દ્વારા ઓફીસની હિસાબી કામગીરી ઉપરાંત ટપાલ વિતરણને લગતી કામગીરી કરવાની હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




