ચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન

0
68

નિમચ,તા.૨૪
ચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ પૂરવાર કરી દીધુ છે અને હવે એક ચાવાળાની પુત્રીએ પણ દેશ નોંધ લે તેવી સિદ્ધિ મેળવી છે.
મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાં ચા વેચનારાની પુત્રી આંચલ ગંગવાલનુ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચમાં સિલેક્શન થયુ છે.તાલીમ બાદ તે ફાઈટર પ્લેન ઉડાવશે.આ માટે આંચલે કેટલીય મુશ્કેલીનો સામનો કર્યો હતો.એ પછી તેનુ સપનુ સાકાર થયુ છે.
આંચલે કહ્યુ હતું કે ઉત્તરાખંડમાં ૨૦૧૩માં જે રીતે વાયુસેનાએ રાહત અને બચાવ ઓપરેશન હાથ ધર્યુ હતુ તેનાથી મને વાયુસેનામાં જાડાવાની પ્રેરણા મળી હતી.તે વખતે હું ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.પણ મારા પરિવારની આર્થિક સ્થિતિ આડે આવતી હતી.
આંચલે જાકે મહેનત ચાલુ રાખી હતી.પાંચ વખત ઈન્ટરવ્યૂમાં સફળ નહી રહ્યા પછી પણ છઠ્ઠી વખત ઈન્ટરવ્યૂ આપીને આખરે તેણે સફળતા મેળવી છે. ૬ લાખ સ્ટુડન્ટસે આ વખતે વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ માટે પરીક્ષા આપી હતી.જેમાંથી ૨૨ કેડેટ્‌સ પસંદ થયા છે અને આંચલ તેમાંથી એક છે.
તેના પિતા નિમચ બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ચલાવે છે.તેમનુ કહેવુ છે કે દીકરીની સિદ્ધિના કારણે મારી ચાની દુકાન ફેમસ થઈ રહી છે. લોકો આવીને અભિનંદન આપે છે ત્યારે ખુશી થાય છે.જાકે મારી આર્થિક સંકડામણને મેં ક્યારેય મારા બાળકોના ભણતરમાં બાધા નથી બનવા દીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY