૪૫૩ કરોડના રાઉન્ડ ટ્રિપિંગમાં એસ્સારને મદદ કરવાનો ચંદા કોચર સામે આરોપ

0
19

ન્યુ દિલ્હી,તા.૨
આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચર પર વધુ એક ગંભીર આરોપ થયો છે. શેરહોલ્ડર એક્ટિવિસ્ટ અરવિંદ ગુપ્તાએ કહ્યુ કે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને એસ્સાર ગ્રુપના મોરેશ્યસ સ્થિત એન્ટિટીઝ મારફત ૪૫૩ કરોડ રૂપિયાનું રાઉન્ડ ટ્રિપિંગ થયું છે.
અનેક ભારતીય કંપનીઓ ટેક્સ ચોરી કરવા માટે રાઉન્ડ ટ્રિપિંગનો રસ્તો અપનાવે છે. તે અનુસાર, કંપનીઓ એફડીઆઇની રકમ જે બતાવે છે કે પૂરી એમાઉન્ડ એફડીઆઇ નથી હોતી. તેના બદલે કંપનીઓ મોરેશ્યસના કાયદાનો લાભ લઇને ત્યાંથી નાણાં ફરીવાર એફડીઆઇના નામે મોકલે છે. તેના કારણે તે ભારત ઉપરાંત મોરેશ્યસમાં પણ ટેક્સ ભરવામાંથી બચી જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, વડાપ્રધાન, રેગ્યુલેટર્સ અને મિનિસ્ટ્રીઝને મોકલેલા એક પત્રમાં અરવિંદ ગુપ્તાએ દીપક કોચર પર મિલીભગતથી પોતાની કંપની ન્યુપાવર ગ્રુપમાં કેશ અને દેવાની વ્યવસ્થા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લેટરમાં લખ્યું છે કે, ર્તેથી ચંદા કોચર અને તેમના સહયોગીઓ દ્વારા પોતાની પોઝિશન અને બેન્કિંગ ઓથોરિટીના દૂરુપયોગની યોગ્ય તપાસ થવી જોઇએ. તે બધા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ પબ્લિક સર્વન્ટસ ગણાય છે.’ આઇસીઆઇસીઆઇ – વીડિયોકોન કેસ પછી આ નવો વિવાદ બહાર આવ્યો છે. પહેલા કેસની તપાસ અત્યારે સીબીઆઇ કરી રહી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ન્યુપાવરને એસ્સારના રવિ રુઇયાના જમાઇ નિશાંત કનોડિયાની માલિકીના મોરેશ્યસ સ્થિત મેટિક્સ ગ્રુપ અને ફર્સ્ટલેન્ડ હોલ્ડિગ્સ મારફત એસ્સાર પાસેથી રાઉન્ડ ટ્રિપ્ડ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY