૬૫ વર્ષથી વધુ,૧૫ વર્ષથી નીચેની વયના લોકો જ સામેલ
ચંડીગઢ,તા.૨૧
નેપાળ અને ભૂતાન જવા માગતા ૬૫થી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના ભારતીય લોકો માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ ગણાશે, એમ કેન્દ્રના ગૃહ ખાતાએ જણાવ્યું હતું.
આ બે વયજૂથ સિવાયના ભારતીયો પડોશી નેપાળ અને ભૂતાન દેશની મુલાકાતે જવા માટે આધારનો ઉપયોગ નહીં કરી શકે. આ બંને દેશની મુલાકાતે જવા માટે વીઝાની જરૂર ન પડતી હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.
માન્ય પાસપાર્ટ, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ઈલેક્શન કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોને નેપાળ અને ભૂતાનની જવા વીઝાની જરૂર નથી રહેતી. અગાઉ આ બે દેશની મુલાકાતે જનાર ૬૫થી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરની ભારતીયો તેમની ઓળખના પુરાવા તરીકે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હૅલ્થ સર્વિસ (સીડીએચએસ) કાર્ડ કે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકતા હતા. હવે આ યાદીમાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
હવે આ બે દેશની મુલાકાતે જનાર ૬૫થી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરની ભારતીય વ્યક્તિ આધાર કાર્ડનો માન્ય પ્રવાસી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશે, એમ તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



