૧૭ દિવસમાં ૭૦ રેલી બાદ નવજોત સિદ્ધુની ‘બોલતી બંધ..!!’

0
5

સિદ્ધુ અવાજ ગુમાવવાની કગાર પર, તબીબોએ આપી આરામ કરવાની સલાહ
ચંડીગઢ,તા.૬
શાનદાર વક્તા અને પોતાના નિવેદનોના કારણે મશહૂર પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુનો અવાજ જતો રહેવાનો મોટો ખતરો ઉભો થયો છે. હાલમાં, ડોકટરોએ તેમને ત્રણથી પાંચ દિવસ માટે સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપી છે. છેલ્લા થોડા દિવસોથી સિદ્ધુ સતત કોંગ્રેસ તરફથી ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં જાડાયેલા છે.
ગુરુવારે જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે ગત ૧૭ દિવસોથી સિદ્ધુએ લગાતાર ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ૭૦થી વધુ જનસભાઓ કરી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે સતત ભાષણો અને હવાઇયાત્રાને કારણે તેમના અવાજને ઘણું નુકસાન થયું છે.
એક આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું કે હવાઇ જહાજ અને હેલિકોપ્ટરમાં સતત મુસાફરીના કારણે તેમના આરોગ્યને નુકસાન થયું છે. પ્રવક્તાએ જણાવ્યું કે લોહીના અનેક ટેસ્ટ કર્યા બાદ, ડોક્ટરોએ તેમને આ સલાહ આપી છે. સંપૂર્ણ તપાસ અને સ્વાસ્થ્ય લાભ માટે સિદ્ધુ કોઇ અજ્ઞાત સ્થાન પર છે. ત્યાં સિદ્ધુ ડોકટરોના મોનીટરિંગ હેઠળ છે અને તેમની દેખરેખ હેઠળ ફિઝીયોથેરાપી ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY