કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા

0
11

ચંડીગઢ,તા.૧૫
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે. અરવિંદ શર્મા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં શામેલ થયા હતા. અરવિંદ શર્મા બેવાર કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. બે દિવસમાં કોંગ્રેસને બે ઝટકા લાગ્યા છે, ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ પણ કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કન ગુરુવારના રોજ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ ગયા હતા. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં કોંગ્રેસના પ્રવક્તા વડક્કન ભાજપમાં શામેલ થયા હતા. ટોમ વડક્કન કેરળના ત્રિશૂર જિલ્લાથી આવે છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના વ્યકિતઓમાં હતા. તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રાઇવેટ આસિસ્ટન્ટ પણ હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY