અમદાવાદ,તા.૧૮
શહેરના ચાંદખેડામાં રહેતી એક સ્વરૂપવાન ગર્ભવતી પરિણીતાની રહસ્યમય રીતે લાશ ઉત્તરપ્રદેશના કમલાગંજ રેલવેટ્રેક પરથી મળી આવતાં પોલીસે સાસરી પક્ષ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પરિણીતાની તેના પતિ અને સસરાએ ટ્રેનમાં હત્યા કરીને તેની લાશને ફેંકી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિણીતાના ગર્ભમાં રહેલું બાળક તેના પતિનું નહીં, પરંતુ અન્ય કોઇનું હોવાની શંકા રાખીને તેની હત્યા કરવામાં આવી છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલ ગુપ્તાના પીઠામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના લાલસિંગ પ્યારેલાલ દિવાકરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જમાઇ અને તેના પરિવાર વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે વર્ષ ર૦૧૩માં લાલસિંગની પુત્રી ટીનાનાં લગ્ન રીતરિવાજ પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં આવેલ ઘંટાકર્ણ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી શંકર જયસિંગ માથુર સાથે થયાં હતાં.
લગ્ન બાદ ટીનાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. લાલસિંગના આક્ષેપ પ્રમાણે લગ્નનાં ત્રણ વર્ષ સુધી ટીનાને સાસરીના તમામ લોકો સારી રીતે રાખતા હતા અને ત્યારબાદ માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું.
બે મહિના પહેલાં ટીનાની લાશ ઉત્તરપ્રદેશમાં રેલવેટ્રેક પરથી મળી આવી હતી, જેમાં ગઇ કાલે લાલસિંગે તેના પતિ શંકર, સાસુ લીલાબહેન, સસરા જયસિંગ, નણંદ રિંકીબહેન અને જેઠ અવિનાશ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




