બંદૂક લહેરાવનાર આશિષ પાંડેએ પટિયાલા હાઉસ કોર્ટમાં સરેન્ડર કર્યુ

0
24

ન્યુ દિલ્હી,તા.૧૮
હયાત હોટલમાં પિસ્તોલ દેખાડી એક કપલને ધમકાવવાના મામલામાં આરોપી અને બસપાના પૂર્વ સાંસદના પુત્ર આશીષ પાંડે ગુરૂવારે સરેન્ડર કરી દીધું છે. પટિયાલા હાઉસ કોર્ટ પહોંચતા પહેલાં આશીષે એક વીડિયો જાહેર કરી સરેન્ડરની જાણકારી આપી અને કહ્યું કે હજુ લોકોની સામે અડધું સત્ય જ સામે આવ્યું છે. આશીષે કહ્યું, “મને એવી રીતે રજૂ કરવામાં આવ્યો કે હું કોઈ વોન્ટડે આતંકી છું અને આખા દેશની પોલીસ મને શોધી રહી છે. મારા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જા તમે CCTV ફુટેજ જાઈશું તો તમને ખ્યાલ આવશે કે તે રાત્રે કોણ લેડીઝ ટોયલેટમાં ગયું હતું અને કોણ કોને ધમકાવે છે.
પોતાની વાત રજૂ કરતાં આશીષે કહ્યું, “મેં મારી સુરક્ષા માટે બંદૂક રાખી હતી. મેં ધમકી આપવા માટે તેનો ઉપયોગ નથી કર્યો. મારી પાસે હંમેશા બંદૂક રહે છે. ત્યાં સુધી કે મેં તે યુવતી સાથે વાત પણ નથી કરી, તેને જ મને ધક્કો આપ્યો હતો. મને ન્યાયપાલિક પર પૂરો વિશ્વાસ છે અને તેથી જ મેં સરેન્ડર કર્યું. મારી વિરૂદ્ધ કોઈ જૂનો પોલીસ રેકોર્ડ પણ નથી.
આ પહેલાં તેને એક વીડિયો જાહેર કરી પોતાની ભૂલ માની હતી. તેને પોતાના મિત્રોને મેસેજ મોકલીને આ ઘટનાનો વીડિયો આગળ ફોરવર્ડ નહીં કરવાની અપીલ કરી છે. મોબાઈલ બંધ થતાં પહેલાં આ તેનો અંતિમ સંદેશ હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY