સુરત, તા.૧
કાપડ દલાલના નામે ધંધો શરૂ કરી કાપïડ બજારમાંથી રૂ.૧૩,૦૧,૨૭૯નો માલ ખરીદી બારોબાર વેચી નાંખી વેપારીઅોને પેમેન્ટ નહીં કરી ચાર વેપારીઅોએ ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીંડોલી સીલીકોન પામમાં રહેતા કાપડ દલાલ નિલકેશ શાંતિલાલ પુરોહિતે આરોપી રેવતસિંહ રાજપુરોહિત રાજસ્થાન, મોહિત સુભાષ જૈન પાર્લેપોઈન્ટ, વિક્રમસિંહ રાજપુરોહિત પુણાગામ, તેજારામ દેવાસી સારોલી, વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅો કાવતરુ રચી ફરિયાદીના નામે જીએસટી નંબર લઈ ધંધો શરૂ કરી રોકાણ કરાવવા બાદ જુદા જુદા વેપારીઅો પાસેથી માલ ખરીદી વેચી દઈ જે વેપારીઅો પાસેથી માલ ખરીદ્યો હતો. તેઅોને પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



