મુંબઈ,તા.૨૪
બોક્સ-ઓફિસ પર અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ અને પ્રભુદેવાની ‘દબંગ ૩’ વચ્ચે મહાટક્કર થવાની હતી. જોકે, એક રિપોર્ટ અનુસાર ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝને આવતા વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવે એવી શક્યતા છે. ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મૌની રોય લીડ રોલ્સમાં છે. જે ખર્ચાળ અને સ્પેશિયલ ઇફેક્ટ્સથી ભરપૂર સુપરનેચરલ થ્રિલર છે. એક સોર્સે જણાવ્યું હતું કે, રિલીઝ ડેટ મોકૂફ રાખવાનું કારણ સલમાન ખાન અને સોનાક્ષી સિંહા સ્ટારર ‘દબંગ ૩’ સાથે ક્લેશને એવોઇડ કરવાનું નથી.
આ સોર્સે કહ્યું હતું કે, ‘વાસ્તવમાં રિલીઝ મોકૂફ કરવાનું કારણ પ્રેક્ટિકલ છે. જો ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ નહીં થાય તો એનું મુખ્ય કારણ એ રહેશે કે, એનું શૂટિંગ ઓક્ટોબર સુધી ચાલતું રહે એવી શક્યતા છે. એના પછી આ સાઈ-ફાઈ થ્રિલર માટે પોસ્ટ પ્રોડક્શન શરૂ થશે. આ ફિલ્મનો ખાસ્સો દારોમદાર વીએફએક્સ પર હોવાથી એના માટે વધારે સમય જશે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



