વકરો નહી થયો હોવાની દુકાનદારની વાત પર વિશ્વાસ કરી ચોરો ખાલી હાથે પરત ફર્યા દુકાનદારની ‘હોશિયારી’થી લૂંટ કરવા આવેલા ચોરો જ ઠગાયા

0
79

બેલ્જિયમ,તા.૨૫
તમે ચોરને દુકાનદારને મૂર્ખ બનાવતો જાયો હશે, પરંતુ દુકાનદાર ચોરોને મૂર્ખ બનાવે તમે કદાચ જ સાંભળ્યું હોય. બેલ્જિયમમાં એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં દુકાનદારે પોતાની દુકાનને ચોરી થવાથી બચાવવા માટે ચોરોને જણાવ્યું કે, દુકાનમાં વધુ વકરો થયો નથી, જા તમે થોડી વાર પછી આવશો તો દુકાનમાં વધારે રોકડ હશે અને તમે વધુ ધનવાન બની જશો, મહત્વનની વાત આ છે કે, ચોરોએ દુકાનદારની વાત માની લીધી હતી અને ચોરી કર્યા વગર પરત ફર્યા હતા
બેલ્જિયમના જનરલ સ્ટોરમાં બપારે ૩ કલાકે કેટલાક ચોરો ચોરી કરવાના ઇરાદાથી આવ્યા હતા. જાકે દુકાનદારે તેમને જણાવ્યું કે, બપોરે તમે ચોરી કરશો તો તમને માંડ ૧૦૦૦ ડોલર પ્રાપ્ત થશે, પરંતુ જા તમે થોડી વાર પછી આવશો તો તમે વધારે નાણાંની ચોરી કરી શકશો.
દુકાનદારની વાત માની ચોરો પરત ફરી ગયા હતા. જાકે તેઓ ૫.૩૦ વાગ્યે ફરીથી દુકાનમાં આવ્યા હતા દુકાનદારે તેમને થોડી વાર પછી આવવા જણાવ્યું હતું અને તેઓ પરત ફરી ગયા હતા, પછી તેઓ ૬.૩૦ કલાકે ફરી દુકાનમાં આવ્યા ત્યારે સીવીલ ડ્રેસમાં પોલીસ તેમની વાટ જાઇને બેસી હતી. પોલીસે ૬ ચોરોમાંથી ૫ની ધરપકડ કરી છે જેમાં, ૧ સગીર પણ સામેલ છે. જ્યારે એક ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY