ખટોદરા બેઠી કોલોનીમાં રાત્રિએ ડ્રાઈફૂટની દુકાનમાં ચોરી થઈ

0
9

તસ્કરો રૂ. ૩.૯૧ લાખના કાજુ અને અખરોટ ચોરી ગયા
સુરત, તા.૨૪
ખટોદરા બેઠી કોલોનીમાં આવેલ એસ. કે. એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફૂટ દુકાનમાંથી રોકડા રૂ. ૧૧,૦૦૦ અને કાજુ-અખરોટના કાર્ટુનો ચોરાયા હતા.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટર સાઈકલ ઉપર આવેલા ચારથી પાંચ અજાણ્યા ચોરે ખટોદરા બેઠી કોલોની એસ.કે. એન્ટરપ્રાઈઝની દુકાનનું તાળુ તોડ્યું હતું. આ ચોરોએ દુકાનમાંથી રોકડા રૂ. ૧૧,૦૦૦, ૨૫ ર્કાન કાજુ, (કિંમત રૂ. ૩.૧૦ લાખ) છ કાર્ટુન અખરોટ (કિંમત રૂ. ૭૦.૯૫૦)ની મળી કુલ્લે રૂ. ૩,૯૧,૯૫૦ની ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે મહંમદ શબ્બીર હાલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY