મહિલા ડોક્ટરના ગળે છરી મૂકી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર

0
14

અમદાવાદ,તા.૨૭
આનંદનગર રોડ પર આવેલ આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિકમાં ભરબપોરે પેશન્ટ બની આવેલ યુવક મહિલા ડોકટરના ગળે છરી મૂકી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આનંદનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને ઝડપવા તજવીજ હાથ કરી છે.
મળતી માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં આવેલ હંસ રેસિડન્સીમાં ડો. દ્રુષ્ટી ભટ્ટ રહે છે. તેઓ આનંદનગર રોડ પર આવેલા આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિક ધરાવે છે. નરેન્દ્ર રાઠોડ નામનો શખસ જે અગાઉ તેની માતા કમલાબહેનની સારવાર માટે ડો. દ્રુષ્ટીના ક્લિનિકપર આવતો હતો તે ગઇ કાલે બપોરના ૧ર વાગ્યાની આસપાસ પોતાની દાંતની સારવાર માટે આવ્યો હતો. સારવાર કરાવ્યા બાદ તેણે ફી પણ ચૂકવી હતી. બીજી વાર ક્્યારે બતાવવા આવવું તેમ કહી ઊભો થયો હતો. દરમ્યાનમાં ડો.દ્રુષ્ટી ખાનામાંથી મોબાઇલ કાઢતા હતા ત્યારે નરેન્દ્ર રાઠોડે તેની પાસે રહેલી છરી કાઢી ગળા પર રાખી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી.
ડોકટરે બૂમાબૂમ કરતાં તે ત્યાંથી નાસી ગયો હતો. આનંદનગર પોલીસ સ્ટેશનમાં મહિલા ડોકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY