કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા એસપીઓના વેતનમાં બે ગણો વધારો કરાયો

0
12

ન્યુ દિલ્હી,તા.૨૭
જમ્મુ કાશ્મીરમાં એસપીઓના અપહરણ બાદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા એસપીઓના વેતનમાં બે ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં ૧૫ વર્ષથી એસપીઓની નોકરી કરી રહેલા પોલીસ જવાનના વેતનમાં વઘારો કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ બાદ એસપીઓનુ વેતન ૬ હજારથી વધારી ૧૨ હજાર રૂપિયા કરવામાં આવ્યુ છે. જ્યારે પાંચ વર્ષથી વધુ સમય સુધી નોકરી કરનાર એસપીઓના વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પાંચ વર્ષથી વધુ નોકરી કરનાર એસપીઓનુ વેતન ૯ હજાર કરવામાં આવ્યુ છે. જે અંગેની માહિતી જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાદ સિંહે ટિવટ કરીને આપી હતી. મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં હિજબુલના આતંકવાદીઓએ ગત્ત દિવસે ચાર પોલીસ જવાનનું અપહરણ કરી ત્રણ પોલીસ જવાનની હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ એસપીઓના રાજીનામાંની અટકળો તેજ બની હતી. જે બાદ સરકારે એપીઓના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY