શહેરમાં ૪૮ કલાકમાં થઇ બીજી લૂંટ વેપારી પાસેથી બાઈક પર આવેલા બે શખ્સ દસ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ રફ્ફૂ

0
62

અમદાવાદ,તા.૩
શહેરમાં સોનીની ચાલી પાસે આવેલી ડાયમંડ મશીન ટૂલ્સની દુકાનની બહાર ૧પ લાખની લૂંટ થવાને હજુ ગણતરીના કલાકો પૂરા નથી ત્યારે ગઇ કાલે મોડી રાતે શાહીબાગ વિસ્તારમાં એક વેપારી પાસેથી બાઇક પર આવેલા બે શખ્સો આઠથી દસ લાખ રૂપિયા છીનવીને લઇ જતા ચકચાર મચી ગઇ છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલ મલ્લીનાથ કોમ્પ્લેક્સમાં રહેતા અને ગાંધીરોડ પર ઇલેટ્રોનિક્સની દુકાન ધરવાતા વિક્રમભાઇ જૈને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે. ગઇ કાલે વિક્રમભાઇ, તેમના પિતા લાલચંદભાઇ અને ભત્રીજા અવીન દુકાન ખબંધ કરીને ઘરે રિક્ષામાં બેસીને આવ્યા હતા.
વિક્રમભાઇ પાસે દુકાનનો થોડોક સામાન હતો અને આઠથી દસ લાખ રૂપિયા ધંધાના હતા, જે તેમણે એક થેલામાં મૂક્્યા હતા. રિક્ષાચાલકે તેની રિક્ષા મલ્લીનાથ કોમ્પ્લેક્સની બહાર ઊભી રાખી હતી, જેમાં વિક્રમભાઇ અને અવીન સામાન અને રૂપિયા ભરેલી બેગ લઇને લિફ્ટ પાસે ગયા હતા જ્યારે લાલચંદભાઇ રિક્ષાચાલકને ભાડું આપતા હતા.
વિક્રમભાઇ અને અવીન લિફ્ટ પાસે પહોંચ્યા ત્યારે કોઇ અજાણ્યો યુવક બન્ને જણાની નજર ચૂકવીને રૂપિયા ભરેલી બેગ લઇને ભાગ્યો હતો. વિક્રમભાઇ અને અવીન પણ તેને પકડવા માટે દોડ્યા હતા, જાકે કોમ્પ્લેક્સની બહાર યુવકનો સાગરીત બાઇક લઇને ઊભો હતો.
લૂંટના સમાચાર મળતાંની સાથે પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાઇક પર લૂંટ કરવા માટે આવેલા બે શખ્સ વિરુદ્ધમાં શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY