ન્યુ દિલ્હી,તા.૩
આધાર વેરિફિકેશન માટે સરકાર હવે ઓફલાઇન પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. તેના માટે ક્યુઆર કોડ અને પેપરલેસ જેવી પદ્ધતિ અપનાવવામાં આવશે. તેમાં બાયોમેટ્રિક અને આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈના સર્વરની જરૂર નહીં પડે. તેનાથી સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન પણ નહીં થાય.
ઓફલાઇન કેવાઈસી પ્રક્રિયામાં ઉપભોક્તાઓને આધાર નંબર આપવાની જરૂર નહીં પડે. યૂઝર ઈચ્છે તો માત્ર નામ અને સરનામાથી પણ કામ ચાલી જશે. તેનાથી તેમની પ્રાઇવસી કાયમ રહેશે અને ડેટા ચોરીની આશંકા નહીં રહે.
સર્વિસ પ્રોવાઇડર ફર્મ યૂઆઈડીએઆઈની વેબસાઇટથી ક્યુઆર કોડ રીડર ડાઉનલોડ કરી શકે છે. સ્કેનરની મદદથી પણ આધાર નંબર રોડ કરવામાં આવી શકે છે. ક્યુઆર કોડ વેરિફિકેશનમાં છેતરપિંડીનો ખતરો નહીં રહે.
આધાર નંબર દ્વારા વેરિફિકેશનને લઈને લાંબા સમયથી પ્રાઇવસીના ઉલ્લંઘનની ફરિયાદો મળતી રહેતી હતી. સુપ્રીમ કોર્ટે ૨૬ સપ્ટેમ્બરે આદેશ આપ્યા કે વેરિફિકેશન માટે ખાનગી કંપનીઓ બાયોમેટ્રિક પ્રક્રિયાનો ઉપયોગ ન કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



