મેચ ફિક્સિંગ હત્યાથી પણ મોટો અપરાધ છેઃ એમ.એસ.ધોની

0
10

ચેન્નાઇ,તા.૧૧
ટીમ ઈન્ડિયાને ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં એક ડોક્્યૂ ડ્રામા ‘રોર ઓફ ધ લોયન’માં દેખાશે. આ ડોક્યુ ડ્રામામાં એમએસ ધોની કેટલાક રહસ્ય પરથી પડદો ઉઠાવતા નજરે આવશે. ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આ ડોક્યુમેન્ટરીમાં કહ્યું કે તેના માટે સૌથી મોટો અપરાધ હત્યા કરવી નહીં પરંતુ મેચ ફિક્સિંગ કરવી છે.
રિપોર્ટ મુજબ આ ડોક્યુમેન્ટરી ચેન્નઈ સુપરકિંગ્સ(CSK)ની IPLમાં વાપસી પર કેન્દ્રીત છે. ધોની આ આઈપીએલ ટીમનો કપ્તાન છે. આ ડોક્યુમેન્ટરીનું ૪૫ સેકેન્ડનું ટ્રેલર રિલીઝ થયું છે. ધોની આ ટ્રેલરમાં કહે છે કે,‘ટીમ આમા(મેચ ફિક્સિંગ)માં સામેલ હતી, મારા પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અમારા બધા માટે એક મુશ્કેલ સમય હતો. પરંતુ વાપસી કરવી એ ઈમોશનલ હતું અને મે હંમેશાં કહ્યું છે કે જે વસ્તુથી તમારી મોત નથી થતી, તે તમને મજબૂત બનાવે છે.’
આ ડોક્યુમેન્ટરી ૨૦ માર્ચે રિલીઝ થશે. ધોનીએ ૨૦૧૮માં ચેન્નઈ ફ્રેંચાઇઝીની આગેવાની કરી હતી અને ત્રીજા IPL ખિતાબ ટીમના નામે કર્યો હતો. ૨૦૧૩માં સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં ટીમ મેનેજમેન્ટની ભૂમિકા રહેતા ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY