નર્મદા જિલ્લામાં નોંધાયેલા ૪,૨૫,૩૩૧ મતદારો માટે કુલ- ૬૨૬ મતદાન મથકોએ મતદાન યોજાશે

0
29

લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાન માટે જિલ્લામાં ૧૧,૭૩૬ મતદારોનો વધારો નોંધાયો છે. જિલ્લામાં ૨૧૮૩ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. 

જિલ્લામાં હાલમાં ૧૦૩ જેટલા શેડો મતદાન મથકો ખાતે પોલીસ અને વન વિભાગની વોકીટોકી અને વાયરલેસ સેટનાં માધ્યમથી સંદેશા વ્યવહારની આપલે કરાશે. 

આચારસંહિતા અંગે રાજકીય પક્ષો સાથે કલેક્ટર આઇ.કે. પટેલે યોજેલી બેઠક 

રાજપીપળા : ભારતના ચૂંટણીપંચ દ્વારા ગઇકાલે તા.૧૦ મી માર્ચ, ૨૦૧૯ ના રોજ લોકસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૧૯ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા વિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા વિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે સોમવારે બપોરે રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ બાબતોની જાણકારી સાથે ચૂંટણીલક્ષી અન્ય આનુષંગિક બાબતોની આંકડાકીય માહિતીથી માધ્યમોને વાકેફ કર્યા હતા.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, મિડીયાના નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે પત્રકાર પરિષદમાં માધ્યમો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો .

જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, ભારતનાં ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ ગુજરાતની તમામ બેઠકો માટે તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ મતદાન યોજાશે. ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા વિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા વિસ્તાર માટે કુલ-૬૨૬ મતદાન મથકો ખાતે યોજાારા મતદાનમાં િલ્લાનાં કુલ- ૪,૨૫,૩૩૧ મતદારો (તા.૩૧/૧/૨૦૧૯ સુધી નોંધાયેલા) તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે તા.૧/૨/૨૦૧૯ પછી નોંધાયેલા મતદારો પણ હવે પછી ઉમેરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૧૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં જિલ્લામાં કુલ- ૪,૧૩,૬૨૫ મતદારો નોંધાયા હતાં. આમ, લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાન માટે જિલ્લામાં ૧૧,૭૩૬ મતદારોનો વધારો નોંધાયો છે. જિલ્લામાં ૨૧૮૩ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. જિલ્લામાં હાલમાં ૧૦૩ જેટલા શેડો મતદાન મથકો ખાતે પોલીસ અને વન વિભાગની વોકીટોકી અને વાયરલેસ સેટનાં માધ્યમથી સંદેશા વ્યવહારની આપલે કરાશે. જીઓ કંપની દ્વારા જિલ્લામાં નવા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જે આગામી ટૂંક સમયમાં કાર્યરત થયેથી શેડો મતદાન મથકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

આઇ.કે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતનાં ચૂંટણીપંચ દ્વારા આ વખતે સૌ પ્રથમ આદર્શ cVIGIL એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ક્યાંય કાયદાનું ઉલ્લંઘન કે આચારસંહિતાનો ભંગ થતો હોય તો ફોટોગ્રાફ અથવા વિડીયોગ્રામ દ્વારા આ એપનાં માધ્યમથી તંત્ર સુધી ફરિયાદ પહોંચાડી શકે છે અને તાત્કાલિક નિયત સમયાવધિમાં તેનો નિકાલ કરાશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY