આઈપીએલની દરેક મેચમાં નહીં રમે કોહલી

0
13

ચેન્નાઈ,તા.૨૩
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારનાં કહ્યું કે તેને આઈસીસી વિશ્વકપ માટે ફિટ રહેવા એક અથવા બે આઈપીએલ મેચમાંથી બહાર બેસવામાં કંઇ જ વાંધો નથી. કોહલીને જ્યારે પુછવામાં આવ્યું કે શું તે થાકથી બચવા માટે એક અથવા બે મેચમાં બહાર બેસી શકે છે? તો તેણે કહ્યું કે, “આ મોટી સંભાવના છે, કેમ નહીં.” તેણે કહ્યું કે, “આ ખુદની જવાબદારી છે. આ ખેલાડીઓ પર નિર્ભર રાખે છે કે જ્યાં સુધી સંભવ હોય સંબધિત લોકોને કોઇપણ ઇજાની સૂચના આપે અને યોજના માટે કામ કરો.”
કોહલીએ કહ્યું કે, “અમે ખેલાડીઓને સ્માર્ટ બનવા કહ્યું છે કે તેઓ ફિઝિયોનાં સંપર્કમાં રહે અને તેમની ઇજા વિશે જાણ કરે. જો ફિઝિયો તેમને રમવાની ના કહે છે તો તેમણે તેમની વાતનું સમ્માન કરવું જોઇએ.” એ વિશે પુછવામાં આવ્યું કે શું કાર્યભાર વધવાનાં કારણે લીગ પર અસર પડશે તેના પર કોહલીએ કહ્યું કે, “આ બધુ ખેલાડીઓનું સંતોલન બનાવવા પર નિર્ભર છે. દરેક પ્રોફેશનલ ક્રિકેટર જાણે છે કે સંતુલન કઇ રીતે બનાવવું. અંતમાં તમે એક ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યા છો અને તેમણે આ કામ માટે તમારા પર ભરોસો દર્શાવ્યો છે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY