અમારી ટીમમાં ૬૦ વર્ષના વૃદ્ધ નહિ, ૩૨થી ૩૫ વર્ષના યુવા છેઃ બ્રાવો

0
7

ચેન્નાઈ,તા.૨૭
ડ્‌વેન બ્રાવોને સમજાતું નથી કે, જ્યારે પણ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જીત મેળવે છે તો ઉંમર સંબંધી વાત કેમ ઉઠવા લાગ છે, કારણ કે તેનું માનવું છે કે, અનુભવનું વધુ મહત્વ હોય છે.
ચેન્નઈએ મંગળવારે આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. જ્યારે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં બ્રાવોને ઉંમર સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો, તો તે આ મુદાને લઈને ટીમની ટીક્કા કરનારાને જવાબ આપવાનું ચૂક્્યા નહીં.
બ્રાવોએ કહ્યું, અમે અમારી ઉંમરને સારી રીતે જાણીએ છીએ. અમારે જે ઉંમર છે તે જ છે અને તમે ગૂગલ પર ચર્ચ કરી શકો છો, પરંતુ આ કોઈ મુદ્દો નથી. અમે ૬૦ વર્ષના વૃદ્ધ નથી. અમે ૩૨થી ૩૫ વર્ષના ખેલાડી છીએ. અમે હજુપણ જુવાન છીએ. અમે અમારા શરીરનું ધ્યાન રાખીએ છીએ અને અમારી પાસે વધુ અનુભવ છે.
બ્રાવોએ કહ્યું કે, ચેન્નઈ માટે મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો અનુભવ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનનો સાથ ખુબ કામ આવે છે. વેસ્ટઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, કોઈપણ રમતમાં, કોઈપણ ટૂર્નામેન્ટમાં, તમે અનુભવને ન હરાવી શકો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY