ધોનીનો ઈતિહાસનો ‘સૌથી મોટો’ રેકોર્ડ, ૧૩૫ની એવરેજથી રન બનાવ્યા
ચેન્નાઈ,તા.૮
ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં પહેલા ક્વાલિફાયર રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે માત ખાદ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સો ભરાયો હતો. ધોનીએ કહ્યું કે, ટીમના બેટ્સમેનોના કારણે હાર મળી, તેમને થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. મુંબઇના સૂર્યકુમારે મેચ જીતાઉ ૭૨ રનની અણનમ ઇનિંગ રમીને રોહિતની ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.
હારથી ગિન્નાયેલા ધોનીએ મેચ બાદ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, “પીચને જોવાના બદલે અમારે અમારી બેટિંગને જોવાની જરૂર હતી. તમારે તમારી ઘરેલુ પીચ વિશે ખબર હોવી જોઇએ. ભલે પછી તે ગમે તેવી હોય પણ અમે સારુ નથી કર્યુ. અમારા બેટ્સમેનો ફ્લાપ ગયા જેના કારણે અમે હાર્યા. અમારા બેટ્સમેનોએ થોડી સારી બેટિંગ કરવાની જરૂર હતી.”
આઈપીએલના ઈતિહાસમાં ૧૩૦ વખત એવું બન્યું છે જ્યારે એક જ સીઝનમાં ૪૦૦થી વદારે રન પ્લેયર્સે કર્યા હોય. પરંતુ એ કોઈપણ ખેલાડાની એવરેજ ધોની જેટલી નથી રહી. ધોનીએ આઈપીએલ-૧૨માં ૧૩૫ની એવરેજથી રન બનાવ્યા છે. બીજી બાજુ આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો જેણે ૨૦૧૬માં ૮૧.૦૮ની એવરેજથી રન બનાવ્યા હતા.
ટોપ એવરેજઃ ધોની ૨૦૧૯ – ૧૩૫.૦૦, વિરાટ ૨૦૧૬ – ૮૧.૦૮, ધોની ૨૦૧૮ – ૭૫.૮૩, વોર્નર ૨૦૧૯ – ૬૯.૨૦, શોન માર્શ ૨૦૦૮ – ૬૮.૪૪
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



