મુંબઈ ઈન્ડિયન્સ ફોર્મમાં, સંતુલિત ટીમ છેઃ ફ્લેમિંગ

0
6

ચેન્નાઈ,તા.૮
ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે માન્યું કે, આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં તેની ટીમને મુંબઈ ઈન્ડિયન્સે દરેક વિભાગમાં પછાડી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ૬ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને ટીમો વચ્ચે મેચ મંગળવારે (૭ મે)એ ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ હતી.
ફ્લેમિંગે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને પસંદ આવનારી ચેપોકની પિચ પર પણ શાનદાર ક્રિકેટ રમ્યું. મુંબઈ ઈન્ડિયન્સે જીત માટે ૧૩૨ રનનો લક્ષ્ય ૧૮.૩ ઓવરમાં હાસિલ કરીને છ વિકેટથી જીત મેળવી હતી. તેણે અમારી સ્થિતિમાં પણ સારૂ પ્રદર્શન કર્યું અને અમને ઓગણીસ સાબિત કર્યાં હતા. મુંબઈ ઈન્ડિયન્સ ફોર્મમાં છે અને સંતુલિત ટીમ છે. તેણે કહ્યું કે, તેના બેટ્‌સમેનોએ પાવરપ્લેની ઓવરોમાં સારૂ પ્રદર્શન કરીને મોટો સ્કોર બનાવવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY