સત્તા પર આવતા જ રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરાશેઃ ડીએમકે પાર્ટી

0
11

ચેન્નાઈ,તા.૧૯
તામિલનાડુમાં ડીએમકે(દ્રવિડ મુનેત્ર કડગમ)પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં એવો વાયદો કર્યો છે કે સત્તા પર આવતાની સાથે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને જેલમાંથી મુક્ત કરી દેવાશે.તેની સાથે સાથે નોટબંધીથી હેરાન થયેલા પરિવારોને વળતર પણ આપવામાં આવશે.
ડીએમકે દ્વારા ચેન્નાઈમાં જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં શ્રીલંકાથી આવેલા શરણાર્થીઓને નોકરી આપવાની, પોંડીચેરીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની, મનરેગા હેઠળ ૧૫૦ દિવસના રોજગારની ગેરંટી આપવાના અને આખા રાજ્યના વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન માફ કરવાના પણ વાયદા કર્યા છે.
ડીએમકે દ્વારા અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાની માંગ થયેલી છે.૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા કરાયા બાદ તેના દોષી પેરારિવેલન, મુરુગન, નલિની, શાંતન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી જેલમાં છે.
૨૦૧૮માં પણ તામિલનાડુ સરકારે એક પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલને મોકલ્યો હતો.જેમાં દોષીઓને છોડી દેવાની માંગ કરાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY