પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું

0
8

છોટાઉદેપુર,તા.૧૫
રાજ્યમાં ચાલુ વર્ષે ચોસામામાં ઓછો વરસાદ થયો હોવાથી અત્યારથી જ અનેક જળાશયોના તળીયા દેખાય રહ્યાં છે. ત્યારે નસવાડી ૧૨૫ પાણી પુરવઠા યોજનામાં પાઇપ લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે કોન્ટ્ર્‌ક્ટ કર્મચારીઓને મહિનાઓથી પગાર ન ચૂકવાતા હોવાને કારણે કર્મચારીઓ નિષ્ક્રિય બન્યા છે.
પીવાનાં પાણીમાં ભંગાણ સર્જાતા ૨૫ ફૂટથી વધુ ઉંચા ફુવારા ઉડ્યા હતાં. એક બાજુ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે તો બીજી બાજુ નર્મદાના ફીલ્ટર પાણી વેડફાઈ રહ્યા છે. આ સ્થિતિ જોઇને ગ્રામજનો પણ ચિંતીત બન્યા છે.
ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી જળાશયોમાં ઓછા પાણીની આવક થઈ હતી . શિયાળાના આરંભ સાથે જ કેટલાક જળાશયોમાં તળીયા દેખાય રહ્યાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શકયતા છે. જે ડેમમાં પાણી છે તેની જાળવણી માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY