બોડેલી વડોદરા હાઈવે ઉપર રાત્રે એક હિટ એન્ડ રન ની બનેલી ગમખ્વાર ઘટનામાં બાઈક સવાર ત્રણ શ્રમિક યુવાનો નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
.ગત રાત્રે આશરે નવ વાગ્યાના આરસમાં બોડેલી વડોદરા હાઈવે રોડ ઉપર છુછાપુરા પાટિયા પાસે એક ગમખ્વાર હીટ એન્ડ રન ની ઘટના બની હતી , વરસતા ધોધમાર વરસાદમાં બનેલી આ ઘટનામાં બાઈક સવાર ત્રણ શ્રમિક યુવાનોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હ્તું , મૂળ ઝારખંડ નાં અને કરજણ માઈનોર કેનાલ ઉપર મજુરી કરતા આ ત્રણેય શ્રમિકો કામ અર્થે છુછાપુરા આવી ત્યાંથી મુશળાધાર વરસતા વરસાદમાં પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટમાં લેતા ત્રણેય નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું , જ્યારે અડફેટે લેનાર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો, અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ ઉપર ત્રણેય યુવાનો નાં મૃતદેહ દુર સુધી ફંગોળાયા હતા તો બાઈક ના પણ બે ટુકડા થઈ રોડની સાઈડ માં જઈને પડી હતી , ઘટનાની જાણ થતા સંખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




