પાંડેસરાના અનાજના વેપારી સાથે ૧૫.૭૩ લાખની છેતરપિંડી

0
14

અનાજનો જથ્થો ખરીદી પેમેન્ટ કરાયું નહીં
સુરત, તા.૨૮
પાંડેસરાની શ્રી સાંઈનાથ ટ્રેડિંગ નામની અનાજ કરિયાણાની દુકાનવાળી સાથે બે વેપારીએ રૂપિયા ૧૫.૭૩ લાખની કિંમતનો અનાજનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા ગોપાલનગર સોસાયટીમાં શ્રી સાંઈનાથ ટ્રેડિંગ કંપની નામની અનાજ કરિયાણાની દુકાન ધરાવતાં સુરજ બિરેન્દ્રકુમાર અગ્રવાલે આરોપી ઉત્તમસિંહ જગતસિંહ રાજપૂત (રહે. અમરોલી), સમુદ્ર સિંહ જગનસિંહ રાજપૂત (સોમનાથ, ટ્રેડર્સ, અમરોલી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ નિયમિત રીતે ફરિયાદી પાસે અનાજ કઠોર, ખાંડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચૂકવતા હતા. વિશ્વાસ કેળવ્યાં બાદ આરોપી બંધુએ ફરિયાદી પાસેથી ઉધારમાં રૂપિયા ૧૫,૭૩,૨૯૫ની કિંમતનું તેલ, ખાંડ, અનાજ, કઠોળની ખરીદી કરી હતી. ત્યારબાદ આ માલનું પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હચતા. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY