છોટાઉદેપુર,તા.૧૭
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીઆગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના બોડેલીના જંબુગામ મેરિયા બ્રિજ પાસેથી ઇંટો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. આ સમયે આજે રવિવારે સવારે ટ્રક ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. જેના પગલે ટ્રકમાં સવાર એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રક વાઘોડિયાથી ઇંટો ભરીને આવતી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




