મેક ઇન ઇન્ડીયા હેઠળ સેના ૬.૫ લાખ રાઇફલ મેળવશે

0
14

નવી દિલ્હી,તા. ૧
ભારતીય સેના મેક ઇન ઇન્ડીયા હેઠળ ૬.૫ લાખ નવી અસોલ્ટ રાઇફલો ખરીદવા માટેની તૈયારી કરી રહી છે. આવનાર કેટલાક વર્ષોમાં સેના ૧૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરશે. સેનાએ શુક્રવારના દિવસે એસોલ્ટ રાઇફલો ખરીદવા માટે રિકવેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જારી કરવામાં આવ્યા બાદ તમામ પ્રક્રિયા શરૂ કરી લેવામાં આવી છે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની સાથે ખાનગી કંપનીઓની દ્વારા આને તૈયાર કરવામાં આવનાર છે. રિકવેસ્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ૨૪મી સપ્ટેમ્બર સુધી તેમને અરજી કરવાની રહેશે. આ પહેલા વર્ષની શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૭૯૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૭૨૪૦૦ એસોલ્ટ રાઅફલ ખરીદવા માટેની તૈયારીને લીલીઝંડી આપવામાં આવી હતી. સરહદી ચોકી પર તૈનાત જવાનોને વધુ સુવિધાના ભાગરૂપે આ રાઇફલો ખરીદવામાં આવનાર છે. આ રાઇફલોને ખરીદી લેવામાં આવ્યા બાદ ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત જવાનોને આ રાઇફલો આપવામાં આવનાર છે. અન્ય જવાનોને પણ આ સુવિધા આપવામાં આવનાર છે.
જવાનોની તાકાતને વધારાશે. આર્મી ચીફ જનરલ બિપીન રાવતે હાલના દિવસોમાં કહ્યું હતું કે ૧૨ લાખની સેનાને આટલી મોંઘી રાઈફલોને લઈને હજુ વિચારવાની જરૂર છે કારણ કે બજેટ ઓછુ છે. આ હાઈટેક રાઈફલને ઈન્ફ્રેન્ટ્રી બટાલિયનોમાં તૈનાત જવાનોને આપવામાં આવશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં આવી રાઈફલો મેક ઈન ઈન્ડીયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવશે. ભારતીય સેના, હવાઈદળ અને નેવીને મળીને કુલ ૮.૧૬ લાખ કેલીબર એસોલ્ટ રાઈફલની જરૂર છે.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY