ચીનમાં ભીડવાળા વિસ્તારમાં કાર ઘૂસી નવ લોકોના કચડી માર્યા

0
12

બેઈજિંગ,તા.૧૩
ચીનના હુનાનમાં હેંગડોન્ગ કાઉન્ટીમાં એક વ્યક્તિએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘૂસાડી દીધી હતી. તેના કારણે ૯ લોકોના મોત થયા છે અને અંદાજે ૫૦ જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હાલ આ ઘટનાને આતંકી ઘટના સાથે જાડવામાં આવી નથી.
બેજિંગ યૂથ ડેલીના જણાવ્યા પ્રમાણે ૫૪ વર્ષના આરોપીનું નામ યાંદ જેનયુન છે અને તે હેંગડોન્ગ કાઉન્ટીમાં જ રહે છે. યાંગ આ પહેલાં પણ ઘણાં કેસમાં જેલ જઈ આવ્યો છે.
ગયા વર્ષથી ચીનમાં હિંસક ઘટનાઓ જેવી કે બોમ્બ વિસ્ફોટ, બસ અને બિલ્ડિંગમાં આગ લગાડવાની ઘટના વધી છે. ઘણી વાર લોકો વ્યક્તિગત કારણો અને સમાજથી નારાજ હોવાના કારણે પણ આવી હિંસાઓ વધી રહી છે. ઘણી વખત આવી ઘટનાઓમાં આતંકીઓનો પણ હાથ હોય છે. ૨૦૧૩માં બેજિંગની ફોરબિડન સિટીમાં ભીડમાં કાર ઘૂસાડી દેવામાં આવી હતી. તેમાં કારમાં બેઠેલા ૩ લોકો અને અન્ય ૮ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટના પાછળ મુસ્લિમ ભાગલાવાદીઓનો હાથ ગણાવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY