વડોદરામાં બડા ગણેશની મુખ્યમંત્રીએ કરી પૂજા, ગણેશોત્સવ-સંવત્સરીની પાઠવી શુભેચ્છા

0
34

વડોદરા,તા.૧૩
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપણીએ ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે આવેલી બડા ગણેશની પ્રતિમાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જ્યાં તેઓએ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની સૌથી મોટી ગણેશની પ્રતિમાના દર્શન કર્યા હતા. અને સમયે મુખ્યમંત્રીએ ગણેશ યાગ કર્યા બાદ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. જાગનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાડુ હોમવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી બે પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે હું રાજ્યની જનતાને બંને પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવુ છુ. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી વિરાટ બડા ગણેશની દર્શન કરીને હું ધન્યતા અનુભવી રહ્યો છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY