બીજિંગ,તા.૨૬
ચીનની રાજધાની બીજિંગ ખાતે અમેરિકાના રાજદૂતાવાસ નજીક મોટો વિસ્ફોટ થયો હોવાનો પ્રત્યક્ષદર્શીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ મોટા વિસ્ફોટ બાદ બીજિંગ ખાતેના અમેરિકાના રાજદૂતાવાસની આસપાસના વિસ્તારમાં આકાશમાં ધુમાડો છવાઈ ગયો છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ વિસ્ફોટ વખતે ડઝનબંધ અધિકારીઓ વિસ્તારમાં હતા. ધુમાડો આકાશમાં છવાયા બાદ સેંકડો લોકો બીજિંગના રાજદૂતાવાસની બહાર એકઠા થયા હતા.
ચીન અને અમેરિકાના અધિકારીઓ દ્વારા પ્રારંભિક તબક્કે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી જાકે, પ્રત્યક્ષદર્શી જિમી ઝોંગે ટ્રટિવટ કરીને કહ્યુછે કે થોડીક મિનિટો પહેલા ચીનની રાજધાની બીજિંગ ખાતેના અમેરિકાના રાજદૂતાવાસ નજીક કોઈક વિસ્ફોટ થયો છે. ચારે તરફ ધુમાડો ફેલાયો છે.
બીજિંગ ખાતેની અમેરિકાની એમ્બસીની બહાર દરરોજ ચીનના નાગરિકો વીઝા માટે આવતા હોય છે. આ વિસ્ફોટ સ્થાનિક સમય પ્રમાણે બપોરે એક વાગ્યાની આસપાસ થયો છે. મહત્વપૂર્ણ છે કે બીજિંગના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં અમેરિકાનું રાજદૂતાવાસ આવેલું છે. બીજંગ ખાતેની અમેરિકાની એમ્બસી ખૂબ ચુસ્તદુરસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે. ૨૦૦૮માં નવી સુવિધાઓ સાથેના રાજદૂતાવાસનું ઉદ્ઘાટન તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશે કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



