ચીન પાકિસ્તાનને સાઉદી અરબનો સાથ, ત્રણ સમજૂતી પર થયા કરાર

0
9

બીજિંગ,તા.૨૮
ચાઈના પાકિસ્તાન ઇકોનોમિ કોરિડોર પર ચીન પાકિસ્તાનને સાઉદી અરબનો સાથ મળ્યો છે. સાઉદી અરબ ત્રણ પરિયોજનામાં રોકાણ કરશે. સાઉદી અરબે મહત્વના ગણાતી ત્રણ સમજૂતિ પર કરાર કર્યા છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ કે, વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદી અરબની મુલાકાત દરમ્યાન સાઉદી અરબ સાથે સમજૂતિ કરી છે. આ સમજૂતિ પર સાઉદીના રાજદૂત અને પાકિસ્તાનના નાણા મંત્રાલયના અધિકારીઓ હસ્તાક્ષર કર્યા છે.
ડોનના અહેવાલ મુજબ ફવાદ ચૌધરીએ કહ્યુ કે, એક સાઉદી અરબનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ પ્રતિનિધિ મંડળ સાથે ઈસ્લામાબાદમાં મહત્વની બેઠક મળવાની છે. જેમા પાકિસ્તાનમાં રોકાણ કરવા અંગે મહત્વની ચર્ચા થવાની છે. પાકિસ્તાનને સાઉદી અરબનો સાથ મળતા પાકિસ્તાનમાં આર્થિક રોકાણમાં વધારો થશે. જ્યારે ભારત હમેશા ચાઈના પાકિસ્તાન ઇકોનોમિ કોરિડોરનો વિરોધ કરતું આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY