ચાઈના પાકિસ્તાન કોરિડોર પ્રોજેક્ટ માટે ઈમરાને સાઉદી અરબની મદદ માંગી!

0
8

ઈસ્લામાબાદ,તા.૨૨
ઘણાં અન્ય નાના દેશોની જેમ જ પાકિસ્તાન ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે તેને જાઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાઉદી અરબની શરણમાં પહોંચ્યાં છે. તેમણે સાઉદી અરબથી ચાઈના પાકિસ્તાન કોરિડોર પ્રોજેક્ટમાં પૈસા લગાવવા માટે મદદ માગી છે.
સાઉદી અરબ પાસેથી ઈમરાન ખાને જે મદદ માગી છે તેના ઘણાં કારણો છે. પાકિસ્તાન ઝ્રઁઈઝ્ર પ્રોજેક્ટને લઈને જ્યાં ચીન પાસેથી મોઘુંદાટ દેવું લેવા મજબૂર બન્યું છે તો અમેરિકા દ્વારા આતંકવાદ વિરુદ્ધ જંગના નામ પર પણ અત્યાર સુધી આપવામાં આવતી આર્થિક મદદ રોકવામાં આવી હોવાથી પાકિસ્તાન સંકટમાં આવી ગયું છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર અત્યારે ખાલી થવાના આરે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન દ્વારા ચીન અને તેની બેંકો પાસેથી આ નાણાકીય વર્ષમાં લેવામાં આવેલું દેવું ૫ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સીપીઈસી માટે તેને આ પૈસા આપી રહ્યું છે. મહત્વની વાત એ પણ છે કે પોતાના જ ઈન્ટરેસ્ટવાળા પ્રોજેક્ટ માટે ચીન દ્વારા આપવામાં આવતું દેવું ખૂબ મોંઘુ છે. ચીન પર પાકિસ્તાનની નિર્ભરતા એવા સમયમાં વધી છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય મદદમાં સતત ઘટાડો કરી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY