૧૦ વર્ષની સગીર પર બળાત્કાર ગુજારવા બદલ કોર્ટે ૧૬૦ વર્ષની સજા ફટકારી

0
35

વોશિંગ્ટન,તા.૨૨
અમેરિકાની એક અદાલતે ૧૦ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર ઇસમને ૧૬૦ વર્ષની સજા ફટકારી છે. પોતાની ગર્લફ્રેન્ડની ૧૦ વર્ષની દિકરી સાથે રેપ કરવાના મામલે દોષિ સાબિત થયેલા નિકોલસ ડિઓનને કોર્ટે ૧૩૬ વર્ષ સુધી જામીન નહી આપવાની શરતે કડક સજા ફટકારી હતી.
૩૪ વર્ષિય આરોપી બાળકી સાથે ૧૦થી વધારે વખત આ અપરાધ કરી ચુક્્યો હતો. બાળકી જ્યારે ૮ વર્ષની હતી ત્યારથી એની માતાનો બોયફ્રેન્ડ તેની પર અત્યાચાર ગુજારતો આવ્યો હતો. બન્ને માં-બેટી એટલાન્ટામાં એકલા રહેતા હતા જ્યારે અપરાધી તેમની સાથે રહેવા લાગ્યો હતો.
પીડિતા હાલમાં ૧૨ વર્ષની છે અને બળાત્કારના કારણે તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. લગભગ બે વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે સુનાવણી કરતા સજા ફટકારી હતી.
એક રિપોર્ટ મુજબ માતા પણ સગીર બાળાનો ગર્ભપાત કરાવીને મામલાને દબાવા માટે પ્રયત્ન કરી ચૂકી હતી. પરંતુ એક સામાજીક સંસ્થાના વિરોધ પ્રદર્શનથી તેને અટકાવામાં આવી હતી. અપરાધમાં સાથ દેવા અને તેને દબાવાના પ્રયાસો બદલ કોર્ટમાં બાળાની માતા સામે પણ કેસ ચાલી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY