પત્ની-સંતાનોની હત્યા કરીને દાટી દેનાર આર્મી જવાનની ધરપકડ

0
7

છોટાઉદેપુર,તા.૧૪
આર્મીમાં નોકરી કરતા વિક્રમ રાઠવાને કંડા ગામની શકુંતલા સાથે પ્રેમ થઇ ગયો હતો. અને શકુંતલાના પરિવારનો વિરોધ હોવા છતા પ્રેમ લગ્ન કરી લીધા હતા. બંને લગ્ન કરીને ભીલપુર ખાતે રહેતા હતાં. લગ્નના થોડા દિવસ પછી વિક્રમ રાઠવા નોકરી ઉપર જતા પત્નીને ભીલપુર મૂકીને ગયો હતો, ત્યારે શકુંતલાને વિક્રમના માતા-પિતા સાથે નાની નાની બાબતે ઝઘડા થતા હતા.
એક દિવસ ઝઘડો મોટો થતા શકુંતલાએ ૧૮૧ની મદદ લઇે ઘર કંકાસની ફરિયાદ કરી હતી. અભયમની ટીમે તેણીને વડોદરાનાં નારી સંરક્ષણ ગૃહમાં મુકી હતી. તે સમયે શકુંતલા ગર્ભવતી હતી. થોડા સમય પછી શકુંતલાએ બે બાળકો જેમાં એક બાળક અને એક બાળકીને જન્મ આપતા આર્મીની નોકરીમાંથી રજા લઈને વિક્રમ ભીલપુર આવ્યો હતો. દરમિયાન શકુંતલાના પિતા તેને મળવા માટે ગયા હતા. જમાઈ વિક્રમને દીકરીને રાખવી હોય તો નોકરીના સ્થળે સાથે લઇ જવાની વાત કરતા વિક્રમ તૈયાર થઇ ગયો હતો. વિક્રમ શકુંતલાને અને બંને બાળકોને લઈને સિક્કીમ નોકરી છે, તેવું જુઠ્ઠાનું ચલાવીને સિક્કિમ જવાનું કહીને લઇ ગયો હતો.
થોડા દિવસ પછી શકુંતલાની બહેને જીજાજીને ફોન કરીને બહેન અને બંને બાળકોનાં ખબર અંતર પૂછ્યા હતા. અને વાત કરવાની માંગ કરી હતી. પરંતુ વાત થતી ન હતી. જેને લઈને શકુંતલાના પિતા ક્લ્યાણભાઈને શંકા જતાં તેઓ પણ દીકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. પિતાએ ઉચ્ચ કક્ષાએ સતત રજૂઆતો કરતા આખરે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ હતી જેમાં ૨ વર્ષ પહેલા જ વિક્રમે પત્ની અને ૨ બાળકોના ગળા દબાવી હત્યા કરી લાશો ઘર પાસે દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY