સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોલીસ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ.પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા તથા પોલીસ હેડ કોન્સ. ફારૂકભાઇ, દેવાભાઇ તથા પોલીસ કોન્સ. ભીખાભાઇ પરમાર તથા દેવરાજભાઇ તથા સરદારસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ઇન્સ.પી.ડી.પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે સુરજદેવળ બાજુથી એક કાળા કલરની મારૂતી સુઝુકી એસ એકક્ષ ગાડી નંબર GJ-5 CK-4349 માં ઇંગ્લીશ દારૂ ભરી ચોટીલા તરફ આવે છે.
ચોંટીલા પોલીસ ટીમને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ.પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા તથા પોલીસ હેડ કોન્સ. ફારૂકભાઇ, દેવાભાઇ તથા પોલીસ કોન્સ. ભીખાભાઇ પરમાર તથા દેવરાજભાઇ તથા સરદારસિંહ વિગેરે સહિતની ટીમ દ્વારા સુરજદેવળ બાજુથી એક ગાડી જોવામાં આવતા સર્ચ ઓપરેશન, હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૭૬ કિ.રૂા. ૮૨૮૦૦/- તથા મારૂતી ગાડી એક કિ.રૂા. ૩,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રૂા.૫૦૦/- તથા ગાડી ની આર.સી.બુક ની નકલ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ કિ.રૂા.૩,૮૩,૩૦૦/- મુદામાલ સાથે આરોપી જયેશભાઇ જીલુભાઇ ખાચર કાઠી દરબાર ઉવ. ૩૭ રહે. જાળીલા તા.રાણપુર જી.બોટાદ વાળાને પકડી પાડવામાં આવેલ છે તેમજ પકડાયેલ આરોપીની પૂછપરછમાં પકડાયેલ મુદ્દામાલ આરોપી ધમભાઇ ભુપતભાઇ ધાંધલ કાઠી દરબાર રહે.ખાંભળા તા. બરવાળા જી. બોટાદ મો.નં.૯૯૭૪૨ ૨૩૯૨૯ પાસેથી પકડાયેલ આરોપી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ લાવેલનું જાણવા મળેલ હતું.
આરોપી જયેશભાઇ જીલુભાઇ ખાચર કાઠી દરબાર ઉવ. ૩૭ રહે. જાળીલા તા.રાણપુર જી.બોટાદ તથા ધમભાઇ ભુપતભાઇ ધાંધલ કાઠી દરબાર રહે.ખાંભળા તા.બરવાળા જી.બોટાદ મો.નં.૯૯૭૪૨ ૨૩૯૨૯ તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. દેવાભાઇ ખીમાભાઇ રબારી દ્વારા શ્રી સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…
ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા આરોપી ધમભાઇ ભુપતભાઇ ધાંધલ કાઠી દરબાર રહે.ખાંભળા તા.બરવાળા જી.બોટાદ મો.નં.૯૯૭૪૨ ૨૩૯૨૯ વાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે…
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





