રાજપીપલા કરજણ નદી નો ઓવરો જોખમી હોય કયારેકે જીવલેણ સાબિત થઈ શકે એમ છે ,માટે આ રજવાડી વારસો સચવાય તેવી લોકમાંગ
છેલ્લા ત્રણ વર્ષ થી તૂટેલા ઓવારા નું સમારકામ કરાવવા કોઈ તૈયાર નથી
હાલ મોહરમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો હોઈ વિસર્જન ટાણે કોઈ મોટી હોનારત સર્જાય તો ?! જવાબદાર કોણ…?
રાજપીપળા : રાજવી નગરી તરીકે ઓળખાતું રાજપીપળા શહેર માં સ્ટેટ સમયની ઘણી બધી રજવાડી ઇમારતો આવેલી છે , આ ઇમારતો માંથી કેટલીક ફોરેસ્ટ ખાતા હસ્તક છે તો કેટલીક નગરપાલિકા હસ્તક, અવારનવાર આ ઇમારતો નું સમારકામ થતું રહે છે અને તેમના બ્યુટીફીકેશન માે કરોડો રૂપિયા ખર્ચાય છે, હલમાંજ શહેરી વિકાસ નું મસ મોટું બજેટ ફાળવી પાલિકા દ્વારા રાજપીપલા ગામ ની વારસાગત ઇમારતો ના બ્યુટીફીકેશન અને ગામ ના બંને પ્રવેશ દ્વારો પાસે બે રજવાડી ગેટ બનાવવાાં આ્યા છે, ારે કરજણ નદીના કિનારે આવેલો ઓવરો જેના છેલ્લા ઘણા સમય થી ખસ્તા હાલત છે,ત્યારે તેનો વિકાસ કરવાનું તંત્ર ભુલીગયું હોય તેમ લાગી રહ્યું છે.
હાલ ઓવારાનો નીચે કાંઠા પાસે નો ખુબ મોટો ટુકડો નદી માં બેસી ગયો છે, જે ઓવરે કપડાં ધોવા, નાહવા, પાણી ભરવા આવતા લોકો માટે ક્યારેક જીવ નું જોખમ પણ ઉભું કરી શકે છે, ઉપરાંત હાલ મોહરમ અને ગણેશચતુર્થી જેવા પવિત્ર તહેવારો ચાલતા હોઈ તાજીયા અને ગણેશજી ના વિસર્જન ટાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?! એ મોટો પ્રશ્ન લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજપીપલા માં ગુજરાતી, હિન્દી ,ભોજપુરી, વિગેરે ફિલ્મોના શૂટિંગ પણ થાય છે, અને જ્યારે નર્મદા જિલ્લા માં વિશ્વ કક્ષા ની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આકાર લઇ રહી છે અને ટુકજ સમય માં વડાપ્રધાન મોદી તેનું ઉદઘાટન કરનાર છે ત્યારે પાસેજ આવેલા રાજપીપલા ગામના આ ઓવરા ને પણ તેની આગવી ઓળખ અને સુંદરતા પ્રાપ્ત થાય તેવી લોકમાંગ ઉઠી છે, જો તંત્ર પાસે આ માટે કોઈ ગ્રાન્ટ કે અન્ય વ્યવસ્થા ન હોય તો સરકારે ખાસ ધ્યાન આપી અલગ થી આ માટે કોઈ જોગવાઈ કરી આ ઓવારા નું નવીનીકરણ કરવું જોઈએ એમ સ્થાનિક મહાનુભાવો નો મત છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





