ચોટીલા તાલુકા દેવસર ગામની સીમમાં પસાર થતી સલાયા મથુરા પાઇપલાઇન માંથી ઓઇલ ની ચોરી કરતા ટ્રક ઝડપી પડતી ચોટીલા પોલીસ

0
931

સુરેન્દ્રનગર જિલ્લામાંથી સલાયા મથુરા પાઇપ લાઇન પસાર થાય છે. જે પાઇપલાઇન મારફતે ઓઈલનો વિપુલ પ્રમાણમાં જથ્થો પૂરા પ્રેસરથી મોકલવામાં આવે છે. આ પાઇપ લાઈન પર આઇઓસી દ્વારા પૂરી સલામતી રાખવામાં આવે છે અને પાઇપલાઇનના રૂટ ઉપર સલામતી ગાર્ડ દ્વારા પેટ્રોલિંગ પણ  કરવામાં આવે છે. તેમ છતાં અવાર નવાર આ પાઇપ લાઈનમાં અવાવરૂ જગ્યાએ હોલ કરી, વાલ્વ ફીટ કરી, ઓઈલની ચોરી કરવાના બનાવ બનતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, જિલ્લામાંથી પસાર થતી ઓઈલની પાઇપ લાઇનમાંથી થતી ઓઈલની ચોરી બાબતે સતર્ક રહી, ખાસ ચેકીંગ હાથ ધરવા  સુચનાઓ કરવામાં આવેલ છે…._

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના દેવસર ગામની સીમમાં પસાર થતી સલાયા મથુરા પાઇપલાઇનમાંથી કોઈ માણસો ઓઈલની ચોરી કરી, ટેન્કર ભરી રહેલા છે. જે મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.જે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, રાજુભાઇ, ભગુભાઈ, હરદેવસિંહ, રાયફનભાઈ, ફારૂકભાઈ, દેવાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના દેવસર સૂરજ દેવળ ગામે રેઇડ કરવામાં આવતા, ઓઈલની ચોરી કરતા ઇસમોમાં નાસભાગ મચી ગઇ હતી. અચાનક પોલીસ ટીમ આવી જતા, ઓઇલ ચોરી કરતા ઈસમો ટેન્કર મૂકીને નાસી ગયેલ હતા….._

ચોટીલા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ટેન્કર નંબર GJ 21 T 6161 કિંમત રૂ. 5,00,000/- તથા ચોરી કરવામાં આવેલ 9000 લિટર ઓઇલ કિંમત રૂ. 2,70,000/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. 7,70,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે..

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર *જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી* દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના પોલીસ ઈન્સ. ખુમાનસિંહ વાળા, પીએસઆઇ એસ.બી.સોલંકી તેમજ ટેકનિકલ સેલના પીએસઆઇ અનિલ નાયર સહિતના ચુનંદા સ્ટાફને પણ કામે લગાડી, ગુન્હાના મૂળ સુધી તપાસ કરવા તથા આ ઓઇલ ચોરીના ષડયંત્રના ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે…._

ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાણ આઇઓસી ના અધિકારીઓને કરવામાં આવતા, આઇઓસી ના અધિકારી એ.આઇ.પટેલ તથા સ્ટાફ તપાસમાં જોડાયેલ અને આ બાબતે આઇઓસીની મેઈન પાઇપ લાઇન કે જે ખેતર માલિક અમિતભાઈ દવે રહે. ચોટીલા ના ખેતરમાં આવેલ હોઈ, તેમાં ચેડાં કરી, 9000 લિટર ઓઇલ કિંમત રૂ. 2,70,000/- ની ચોરી કરવા તથા સરકારી મિલકતને નુકશાન કરવાની કલમો સહિત આરોપીઓ અમિતભાઈ દવે રહે.ચોટીલા તથા ટેન્કર નંબર GJ 21 T 6161 ના ચાલક તથા માલિક સહિતના આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આઇઓસીની અધિકારી આઇ.કે.પટેલ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવતા, વધુ તપાસ પો.ઈન્સ. પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જે.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….

ચોટીલા પોલીસ દ્વારા આ ઓઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ ટેન્કર ના રજીસ્ટ્રેશન નંબર, એન્જીન ચેસીસ નંબર આધારે તથા જમીન માલિકની સંડોવણી આધારે આરોપીઓને પકડી પાડવા માટે વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.જે.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY