રાજપીપળા ખાતે યોજાયો ભરતી મેળો

0
10

રાજપીપલા ખાતે યોજાયેલા રોજગાર / એપ્રેન્ટીસ ભરતી મેળામાં ઉપસ્થિત ૫૩૭ ઉમેદવારો પૈકી ૪૨૫ ઉમેદવારોની વિવિધ નોકરી દાતાઓ દ્વારા કરાયેલી પ્રાથમિક પસંદગી

જિલ્‍લા રોજગાર – આઇટીઆઇ, માહિતી અને ઉદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા શ્રેષ્‍ઠ કારકિર્દી ઘડતર માટે પુરૂં પડાયું માર્ગદર્શન

ભરતી મેળામાં ભાગ લેવા ૧૫૮૦ ઉમેદવારોને આવવા-જવા માટેની એસટી બસ કુપનનો અપાયેલો લાભ

રાજપીપલા:જિલ્‍લા રોજગાર અધિકારી જી.આર. બારીયા, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, જિલ્‍લા ઉદ્યો કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર. મોરે, આઇટીઆઇના તજજ્ઞ વી.કે. દેવડા સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના નોકરીદાતા પ્રતિનિધિઓ અને રોજગારવાંચ્છુ ઉમેદવારોની વિશાળ ઉપસ્થિતિમાં રાજપીપલા મુખ્યમથકે શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્‍લાકક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસશીપ ભરતી મેળો ખૂલ્લો મૂકાયો હતો. આજના આ ભરતી મેળામાં ઉપસ્થિત ૫૩૮ ઉમેદવારો પૈકી ૪૨૫ ઉમેદવારોની નોકરીદાતાઓ તરફથી પ્રાથમિક પસંદગી કરાઇ હતી.

જિલ્‍લા રોજગાર અધિકારી જી.આર. બારીયાએ રોજગાર / એપ્રેન્ટીસશીપ ભરતી યોજના હેઠળ યોજાયેલા જિલ્‍લાકક્ષાના આ ભરતી મેળાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આજના આ ભરતી મેળામાં નર્મદા ઉપરાંત નજીકના જિલ્‍લાના ખાનગી એકમોના ૯ જેટલા નોકરી દાતાઓ તરફથી તેમની જરૂરિયાત મુજબના ટ્રેડ માટે ઉમેદવારોની પસંદગી થવાની છે, ત્યારે ઉમેદવારોને મળી રહેલી આ તક અન્વયે પોતાનું ગામ કે વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં પણ પોતાની રોજગારી મેળવવા માટેની માનસિકતા કેળવાશે તો અન્ય લોકોની જેમ ભવિષ્‍યમાં તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જિલ્‍લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક યાકુબ યાદીવાલાએ તેમના ઉદબોધનમાં રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત “ગુજરાત રોજગાર સમાચાર સાપ્‍તાહિક” અને “ગુજરાત પાક્ષિક” મેગેઝીન ઉપરાંત કારકિર્દી ઘડતરમાં ખૂબ જ ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક તેમજ અન્ય પ્રજાહિત અને પ્રજા કલ્યાણલક્ષી પ્રકિર્ણ પ્રકાશનો અને સાહિત્ય સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમના પસંદગીના વ્યયવસાય-ક્ષેત્રમાં શ્રેષ્‍ઠ કારકિર્દીનું ઘડતર કરવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્‍લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એચ.આર. મોરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રોજગાર / એપ્રેન્ટીસશીપ ભરતી યોજનામાં પસંદગીથી વંચિત રહેનારા ઉમેદવારો માટે સરકાર દ્વારા સ્વરોજગાર ધંધો – રોજગાર – વ્યવસાય માટે કુટિર ઉદ્યોગની બાજપાઇ બેન્કેબલ યોજના ઉપરાંત ઉદ્યોગ, વેપાર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂા.૮ લાખ સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ છે અને તેમાં નિયત ધારાધોરણ મુજબની સહાય પણ ચૂકવવામાં આવે છે. શ્રી મોરેએ અન્ય યોજનાઓની પણ જાણકારી આપી જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આજના આ ભરતીમેળામાં મશીન ઓપરેટર, સી.એસ.આર., એલ.આઇ.સી. એજન્ટ, કેમીસ્ટ, હેલ્પર / ઓપરેટર, ટ્રેઇની ઓપરેટર, આઇટી / બીપીઓ / બીપીઓ / રીટેઇલ, વર્કર / સિક્યુરીટી ગાર્ડ જેવી જગ્યાઓ માટે જિલ્‍લા રોજગાર કચેરી તરફથી ૨૬૮૬ ને કોલ લેટર મોકલાયાં હતા, તે પૈકી ૧૫૮૦ ઉમેદવારોને આવવા-જવા માટેની એસટી કુપનોનો લાભ અપાયો હતો. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેલા ૫૩૮ ઉમેદવારો પૈકી ૪૨૫ ની પ્રાથમિક પસંદગી કરાઇ હોવાની જાણકારી જિલ્‍લા રોજગાર અધિકારી બારીયાએ આપી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY