ન્યુ દિલ્હી,તા.૪
પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચવાની વચ્ચે ખાડક્ષ દેશોનું તેલ નિકાસકાર સંગઠન ઓપેક અને રુસે ઉત્પાદનમાં કાપનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે આગામી મહિનાઓમાં ઈંધણના ભાવ વધુ ભડકે બળવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ ૪૭.૫૬ ડોલર પ્રતિ બેરલ હતો જે એપ્રિલ ૨૦૧૮માં વધીને ૭૬.૬૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. તેલ મંત્રાલયની પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ શાખાના જણાવ્યા અનુસાર ક્રૂડ તેલનો સરેરાશ ભાવ એક માસમાં ૬૩.૮૦ ડોલરથી ૭૬.૮૪ ડોલર પ્રતિ બેરલ સાથે ૧૩ ડોલર વધી ચૂક્્યો છે. સૌથી મોટા તેલ ઉત્પાદન રુસ અને ઓપેકે ક્રૂડ ઓઈલના રોજના ઉત્પાદનમાં અંદાજે બે ટકાના કાપ્નો નિર્ણય લીધો છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેપાર યુદ્ધ અને કોરિયાઈ દેશોમાં તણાવ ઓછો થાય તો પણ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધવાની કોઈ સંભાવના છે. નિષ્ણાતોએ ઉમેર્યું કે અમેરિકી શેલ ક્ષેત્રમાં ઉત્પાદન વધવાથી થોડી રાહત પહોંચી છે નહીંતર ભાવ ૯૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવાનો ખતરો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારો પર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ કાપનું દબાણ વધી જવા પામ્યું છે. જા કાપ મુકવામાં આવશે તો ઓઈલ રિફાઈનરીનો નફો ઓછો થશે અને તેના કારણે સરકારને મળનારો લાભાંશ પણ ઘટી જશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"