સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમારને બાતમી મળેલ કે, પીપરળી પાટી તરીકે ઓળખાતા વિસ્તાર માં કોઠારી ની વાડીની બાજુમાં ઓથમાં અમુક માણસો જુગાર રમે છે.
ચોટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. કેતનભાઈ તથા પો.હેડ.કોન્સ દેવાભાઈ તથા હરદેવસિંહ તથા પો.કો. વસંતભાઈ તથા શેખાભાઇ વિગેરે સહીતની ટીમ દ્રારા પીપરળી પાટી નામે ઓળખાતી સીમમાં કોઠારીની વાડીની બાજુમાં ઓથમાં રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ- (૧) દીલીપભાઇ બુધાભાઇ રોજાસરા ત.કોળી ઉવ.૩૫ રહે.ચોટીલા મોટી વાડી (૨) ધનશ્યામભાઇ મગનભાઈ મેર ત.કોળી ઉવ.૪૫ રહે.ચોટીલા મોટી વાડીમાં (૩) દિનેશભાઇ ભીખુભાઇ મેણીયા ત.કોળી ઉવ.૩૬ રહે.ચોટીલા મોટી વાડીમાં (૪) શૈલેષભાઇ ધીરૂભાઈ મેણીયા ત.કોળી ઉવ.૨૯ રહે.ચોટીલા મોટી વાડી વાળાઓને કુલ રોકડ રકમ રૂ,૧૩,૦૬૫/- ના મુદામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કો. દેવાભાઈ ખીમાભાઇએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. દેવભાઇ ખીમાભાઇ તથા સાથેના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




