પતિએ અખબારમાં જાહેરખબર આપીને પત્નીને આપ્યા ત્રણ તલાક

0
79

ચુરુ,તા.૭
વોટ્‌સએપ કે મોબાઈલ ફોન પર છુટાછેડા આપવાના કિસ્સા તો અગાઉ બની ચુકવ્યા છે પણ રાજસ્થાનમાં એક દંપતિ વચ્ચે થયેલા વિખવાદ બાદ પતિએ પત્નીને છૂટાછેડા આપવા માટે હેરાન કરી નાંખતો રસ્તો અપનાવ્યો હતો.
રાજસ્થાનના ચુરુ જિલ્લામાં પતિએ ૨ જાન્યુઆરીએ એક અખબારમાં જાહેરાત પ્રકાશિત કરાવી હતી.જેમાં ત્રણ વખત તલાક શબ્દ લખવામાં આવ્યો હતો.જેમાં એવુ પણ લખ્યુ હતુ કે, આ તલાક ૨ એપ્રિલથી અમલમાં આવશે.
પતિએ જાહેરાતમાં પાછુ કહ્યું હતુકે, ૫ જાન્યુઆરીએ તલાક માટે નોટિસ આપેલી છે પણ નોટિસ લેવાનો તેણે ઈનકાર કર્યો હોવાથી તલાકની જાણકારી સાર્વજનિક કરવામાં આવે છે. પીડિતાએ જોકે તેને દહેજ સાથે જાડાયેલો મામલો બતાવ્યો છે.તેનુ કહેવુ છે કે, દહેજમાં કાર નહી મળવાથી પતિએ આવુ પગલુ ભર્યુ છે.પતિ સામે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY