અમદાવાદ,
શહેરના મણિનગર વિસ્તારના એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને ધોરણ-૧૧નું એડમિશન તેમની નિયત કરેલી સ્કૂલમાં લેવાની ફરજ પાડતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીના વાલીએ એક લાખ રૂપિયા ફી ભરી હતી, જાકે અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનો વાંધો ઉઠાવતાં એલેન ક્લાસીસના સંચાલકોએ રૂ. પ૦ હજાર ફી કાપીને રૂપિયા પરત કરતાં વિદ્યાર્થીની માતાએ ફરિયાદ કરી છે.
અરજીમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મનીષાબહેન પુત્ર પ્રિયાંકે ધોરણ-૧૦ની પરીક્ષા આપ્યા બાદ જેઇઇની તૈયારી માટે મણિનગર વિસ્તારમાં આવેલ એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્કવાયરી માટે ગયાં હતાં, જ્યાં તેમને આખા વર્ષની દોઢ લાખ રૂપિયા ફી જણાવાઇ હતી.
મનીષાબહેને તારીખ ૯ મેના રોજ એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઇ લીધા બાદ પ્રિયંકે તારીખ ૧૦ મેથી ક્લાસીસ શરૂ કર્યા હતા.
રર મેના રોજ ક્લાસીસના સંચાલકોએ પ્રિયંકને ધોરણ-૧૧માં અભ્યાસ કરવા માટે અમદાવાદ પબ્લિક સ્કૂલમાં એડમિશન લેવા માટે જણાવ્યું હતું અને તેના અલગથી ૮૦ હજાર રૂપિયા ભરવાનું કહ્યુ હતું. પ્રિયંકે તેની સ્કૂલ છોડવાનો ઇનકાર કરી દેતા સંચાલકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
મનીષાબહેને આ મામલે એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે વાંધો ઉઠાવ્યો હતો અને સ્કૂલમાં એડમિશન લેવાનો ઇનકાર કરી દીધો હતો. મનીષાબહેને ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે કાયદાકીય રીતે જે સ્કૂલોને માન્યતા મળી હોય છે તેમણે ફૂલ હાજરી સાથે બાળકોને ભણાવવાનાં હોય છે અને ડમી સ્કૂલમાં ખાલી ફી ભરી દેવાની અને ત્યાં હાજરી નહીં આપવાની અને એલેન કલાસીસમાં ભણવાનું તેવું ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



