ઉમરડા વાસીઓ આનંદો ૧૦૮ પહેલા પંચાયતની ગાડી આપશે સેવા

0
157

સરપંચ દ્વારા ગ્રામજનોને તાત્કાલિક સેવા મળી રહે તે માટે પ્રાઇવેટ ગાડી મુકી સેવામાં

હાલનાં સમયમા અન્ય માટે કામગીરી અને સમય કાઢવો ખુબજ કઠીન બની ગયુ છે અને લોકો પોતાનાં સ્વાર્થ ખાતર કોઇ પણ હદ વટાવી ચુકે છે ત્યારે ગ્રામ્યવિસ્તારમાં આજે પણ માનવતા જોવા મળે છે અને લોકો એકબીજાનાં સહકારથી જીવન જીવી રહ્યા છે ત્યારે આવુજ કાંઇક મૂળી તાલુકાનાં ઉમરડા ગામે જોવા મળી રહ્યું છે જયાં સરપંચ કનુભાઇ એસ કરપડા કોઇપણ જાતનાં સ્વાર્થ વગર ગ્રામજનો ને તાત્કાલિક આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે ૧૦૮ થી ઝડપથી હોસ્પિટલ પહોંચી શકાય તે માટે સ્વખર્ચે ઇકો કાર વસાવી કોઇપણ જાતનાં ભાડા વગર હોસ્પિટલ માટે ૨૪ કલાક સેવા આપી રહ્યા છે અને એક મહીનામાં ૨૦થી વધુ લોકો તેનો લાભ પણ લઇ ચુક્યા છે.
આ અંગે તાલુકાપંચાયતસદસ્ય રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુકે સરપંચ હર હંમેશ સેવાકિય પ્રવૃતિ કરતા આવ્યાછે અને હાલમાં ગામને આરોગ્યલક્ષી સેવા મળે તે માટે કાર શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે

આ અંગે સરપંચ કનુભાઇ કરપડાએ જણાવ્યું હતુકે ગ્રામજનો નું જો સ્વાસ્થ્ય સારૂ હશે તો દરેક બાબત માં તે આગળ રહેશે જે ઉદેશ્યથી હાલમાં ઇકોકાર સેવામાં મુકવામાં આવી છે ગ્ર‍ામ્યવિસ્તારમાં અન્ય વાહનની સગવડ ન હોવાથી લોકો તેનો લાભ લઇ રહ્યા છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY