કોંગ્રેસ અગ્રમીની આગોતરા જામીન અરજી રદ કરાવવા કોર્ટમાં ખોટુ સોગંદનામું કર્યું

0
11

ઓલપાડ તાલુકા પંચાયતના
સોગંદનામામાં ખોટી રજૂઆત કરનાર ઈફ્તેખાર શેખ સામે ફરિયાદ
સુરત, તા.૫

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોંગ્રેસ અગ્રણી શબ્બીર મલેક અને તેમના પુત્ર તથા ગ્રામપંચાયતના સભ્ય વસીમ રાજા નાઓ સામે ખોટી ફરિયાદ કરાવી તેમની આગોતરા જામીન વખતે નામદાર સેશન્સ કોર્ટમાં ખોટી એફીડેવીટ કરનાર ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય ઇફ્તેખાર મજીદ શેખ સામે કાયદેસરના પગલા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે કોંગ્રેસ અગ્રણી શબ્બીરભાઇ મલેકે પત્રકાર પરિષદમાં એક લારી મુકવાના મુદ્દે ભાજપના ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય ઇફ્તેખાર મજીદ શેખે ગત તા.૩૧મી જાન્યુઆરીના રોજ બનેલી સામાન્ય બોલાચાલીની ઘટનાને લઇને પોતાની પત્ની પાસે ઓલપાડ પોલીસ મથકે બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અગ્રણી શબ્બીર મલેકે મારી સાથે અણછાજતું વર્તણ કર્યું હતું.ઉપરાંત શબ્બીર મલેક અને તેમનો પુત્ર કે જે ઓલપાડ ગ્રામપંચાયતમાં સભ્ય છે તેવા વસીમ રાજા શબ્બીર મલેક સહિતનાઓ ઉપર અયોગ્ય આક્ષેપ કર્યો હતો.
જેની જાણ થતાં શબ્બીરભાઇએ પણ સામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઘટના બાદ શબ્બીર મલેક અને વસીમ મલેકે નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેના વિરોધમાં ઇફ્તેખાર મજીદ શેખે એક સોગંદનામું રજૂ કર્યું હતું.જેમાં તેને જે વિગતો દર્શાવી હતી.તેમાં અરજકર્તાઓ વિશે પોલીસ ફરિયાદો હોય તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની ખોટી વિગતો દર્શાવી આ આગોતરા જામીન અરજી ના-મંજુર થાય તે માટેના પ્રયાસો કર્યા હતા.આ બાબત બાદમાં ધ્યાને આવતાં શબ્બીરભાઇ હામેદ મલેકે નામદાર કોર્ટમાં સોગંદનામામાં ખોટી રજૂઆત કરનાર ઇફ્તેખાર શેખ સામે ફરિયાદ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY