ગાંધીનગર,તા.૨૧
રવી પાક માટે ખેડૂતોએ બધી તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યાં હતાં તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં સરકારે રવી સિઝન માટે સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારમાં દૈનિક ૧૯૯૨૦ કિયુંસેક પાણી છોડવામાં આવ્યું છે. આ જાણકારી નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે આપી હતી. સાથે જ બિન અધિકૃત રીતે પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતઓ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ૩૭ પોલિસ ફરિયાદ નોંધાઇ છે.
સરકારે રવિ સિઝન અંતર્ગત ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તે મુજબ ૧૨ નવેમ્બરથી દૈનિક ૧૯૯૨૦ ક્્યુસેક પાણી મુખ્ય નહેર મારફત તમામ ૩૯ શાખાઓમાં છોડવામાં આવી રહ્યું છે. પટેલે ઉમેર્યુ કે ચાલુ સાલે સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારની તમામ શાખા નહેરોમાં રવી સિંચાઇ માટે પાણી આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ હતું તે મુજબ પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં ડેમમાંથી મુખ્ય નહેર મારફતે ૧૯૯૨૦ કયૂસેક પાણી યોજનાની તમામ ૩૯ શાખા નહેરોમાં સિંચાઇ માટે છોડવામાં આવી રહ્યું છે. જે છેવાડા વિસ્તાર સુધી પંહોચી ગયુ છે. બાકી રહેતી ૧૦૦ કિ.મી.કરતાં વધુ લંબાઇ ધરાવતી ૬ શાખા નહેરોમાં પણ સત્વરે પાણી પહોંચાડવાના પૂરતા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
હક્ક ધરાવતા ખેડૂતોને સમયસર પાણી આપી શકાય તે માટે શાખા નહેરો અને વિશાખા નહેરોમાં ગેરકાયદે-બિનઅધિકૃત રીતે પાણી લેતા વ્યકિત ઓ વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોરબી, ઘ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ પર પાણી ચોરી અટકાવવા પોલિસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે.નહેર, દરવાજા જેવી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગેરકાયદે રીતે પાણી લેતા વ્યકિતઓ વિરુદ્ધ ૩૭ જ્ગ્યા પર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ધ્રાંગ્રધા શાખા નહેરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે સાયફન પાસેથી બિનઅધિકૃત પાણી લઇ ખારી નદીમાં પાણી વહેવડાવી પાણીનો બગાડ કરતા વ્યકીત ઓ વિરદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



