ડિગ્રી ઈજનેરીમાં ૧૪૦ કોલેજોમાંથી માત્ર ૩૧ કોલેજોમાં ૧૦૦ ટકા બેઠક ફાળવણી

0
132

પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં

ACPCની ૫૫૪૨૨ બેઠકમાંથી ૨૩૪૮૮ અને કુલ ૬૧૫૦૦માંથી ૩૦ હજાર બેઠક ખાલી

૨૪ કોલેજોની ૧૦ ટકા કરતા પણ ઓછી બેઠક ભરાઈ

ડિગ્રી ઈજનેરીમાં મોક રાઉન્ડ બાદ આજે ફાઈનલ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં પણ ૨૩ હજારથી વધુ બેઠકો માત્ર એસીપીસીની બેઠકોમાંથી ખાલી રહી છે જ્યારે કુલ ૬૧૫૦૦ બેઠકોમાંથી ૨૯૫૬૬ બેઠકો ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં ૧૪૦ કોલેજોમાંથી માત્ર ૩૧ કોલેજોમાં ૧૦૦ ટકા બેઠકો ફાળવણી થઈ છે જ્યારે બાકીના તમામ કોલેજોમાં થોડા વધતા પ્રમાણે બેઠકો ખાલી રહી છે. ડિગ્રી ઈજનેરીમાં આ વર્ષે ૧૬ સરકારી, ૪ ગ્રાન્ટેડ તથા ૧૧૭ ખાનગી કોલેજોની મળીને ૧૪૦ કોલેજોની મેનેજમેન્ટ ક્વોટા સહિતની ૬૧૫૦૦ બેઠકો છે.જેની સામે ઓલાઈન પ્રવેશ પ્રક્રિયામાં મેરિટમાં ૩૯૭૩૯ વિદ્યાર્થીઓ જ છે. મોક રાઉન્ડમાં પ્રવેશ સમિતિએ ભરવાની ૫૪૬૪૩ બેઠકોમાંથી ૨૪૦૪૩ બેઠકો ખાલી રહી હતી જ્યારે પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં ૫૫૪૨૨ બેઠકોમાંથી ૨૩૪૮૮ બેઠકો ખાલી રહી છે.મોક રાઉન્ડ બાદ એક કોલેજ ઉમેરાતા અને અન્ય કેટલી કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો સરન્ડર થતા એસીપીસીની કુલ બેઠકો વધીને ૫૫૪૨૨ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં ૩૯૭૩૯ વિદ્યાર્થીઓમાંથી ચોઈસ ૩૫૪૨૨ વિદ્યાર્થીઓએ ભરી છે.કુલ ૧૧.૧૬ લાખ ચોઈસ ભરાઈ છે.જેની સામે મેરિટ પ્રમાણે અને વિદ્યાર્થીઓની ચોઈસ પ્રમાણે એલોટમેન્ટ થતા ૨૩૪૮૮ બેઠકો ખાલી રહી છે.સરકારી કોલેજોની ૧૦૭૭૭ બેઠકોમાંથી માત્ર ૧૮૬ બેઠકો ખાલી રહી છે જ્યારે ખાનગી કોલેજોની ૪૪૬૪૫ બેઠકોમાંથી ૨૩૩૦૨ બેઠકો ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડમા પણ કોમ્પ્યુટર અને આઈટી બ્રાંચ ટોપ પર રહ્યા છે. જો કે મેરિટમાં પ્રથમ નંબરે રહેલા વિદ્યાર્થીએ એમએસયુનિવર્સિટીના ઈજનેરી ડિપાર્ટમેન્ટની મિકેનિકલ બ્રાંચમાં પ્રવેશ લીધો છે જ્યારે અંતિમ મેરિટના વિદ્યાર્થીનો મારવાડી કોલેજમાં ઈલેક્ટ્રિકલ બ્રાંચમાં પ્રવેશ ફાળવાયો છે. મહત્વનું છે કે ૧૪૦ કોલેજોમાંથી માત્ર ૩૧ કોલેજોની ૧૦૦ ટકા બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે જ્યારે ૨૪ કોલેજોની ૧૦ ટકા કરતા પણ ઓછી બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.ટોપર્સ વિદ્યાર્થીઓમાંથી ૬૭૧ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર બ્રાંચમાં પ્રવેશ પસંદ કર્યો છે. ટોપ બ્રાંચમાં બેઠકોની વિગત બ્રાંચ બેઠકો ફાળવણી ટકા કોમ્પ્યુટર ૬૬૨૮ ૫૩૪૦ ૮૦.૫૭ સિવિલ ૮૫૭૨ ૩૯૪૫ ૪૪.૪૭ મિકેનિકલ ૧૦૬૫૭ ૪૪૩૨ ૪૧.૫૯ ઇલેક્ટ્રિકલ ૬૫૪૩ ૨૫૮૫ ૩૯.૫૫ સરકારી-ખાનગી કોલેજોની બેઠકો કોલેજ બેઠકો ફાળવણી ખાલી સરકારી ૧૦૭૭૭ ૧૦૫૯૧ ૧૮૬ ખાનગી ૪૪૬૪૫ ૨૧૩૪૩ ૨૩૩૦૨ કુલ ૫૫૪૨૨ ૩૧૯૩૪ ૨૩૪૮૮

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY